khelmahakumbh.gujarat.gov.in ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે. કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જાતે અથવા કોલેજ મારફત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જે ખેલાડીઓ શાળા કે કોલેજોમાં અભ્યાસ ન કરતાં હોય તેમણે જાતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત શાળાકક્ષાએ યોજાતી અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ વયજૂથની ખેલ મહાકુંભની એથ્લેટીકસ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે.
ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત ભાગ લેવા માટે ખેલાડીઓએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન થયા વગરના કોઇપણ ખેલાડી સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહિ. જેથી શાળા/કોલેજમાં ખેલાડીઓ વધુને વધુ ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત સ્પર્ધામાં ભાગ લે તે માટે સત્વરે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
” />