Khel Mahakumbh 2025 : ગુજરાત સ્પોર્ટ્સ ઑથોરિટી દ્વારા ખેલ મહાકુંભ 2025માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ છે, ત્યારે ઇચ્છુક ખેલાડીઓ આગામી 22 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકશે. જેમાં વિવિધ ગેમ્સમાં અલગ-અલગ ગ્રૂપ માટે ખેલાડીઓ પોતાના ફિલ્ડમાં ભાગ લઈ શકે છે.
ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન માટેનો પરિપત્ર જોવા અહીં ક્લિક કરો
ગુજરાત રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે રાજ્ય અને દેશનું નામ રોશન કરે અને તેમને વિવિધ ગેમ્સમાં પ્રસિદ્ધિ મેળવે તે માટે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં શાળા, કૉલેજ, ઓપન કેટેગરીના યુવાનો વિવિધ ગેમ્સમાં ભાગીદારી નોંધાવે છે અને પોતાના શાનદાર પ્રદર્શન કરીને મેડલ અને ઇનામ મેળવે છે. આ વખતે 22 સપ્ટેમ્બરની સાંજે 6 વાગ્યા સુધી વિવિધ ગેમ્સ માટે ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન થશે.
ખેલ મહાકુંભમાં અલગ-અલગ વયજૂથના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ છે. જેમાં અંડર-9, અંડર-11, અંડર-14 અને અંડર 17 જૂથના ખેલાડીઓ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે. જેમાં દોડ, સ્ટેન્ડિંગ બ્રોડજમ્પ, એથ્લેટિક્સ, વોલીબોલ, ખોખો, કબડ્ડી, રસ્સાખેંચ, ચેસ, યોગાસન, સ્વિમિંગ, સ્કેટિંગ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવાન્ડો, કરાટે, આર્ટિસ્ટિક સ્કેટિંગ, જુડો, કુસ્તી સહિતની ગેમ્સ રહેશે. વધુ માહિતી માટે ખેલ મહાકુંભની સત્તાવાર વેબસાઇટ khelmahakumbh.gujarat.gov.in પરથી મેળવી શકાશે.