IAS officer’s ballpoint pen stolen in Daman | દમણમાં IAS અધિકારીની બોલપેનની ચોરી: ધોરણ 8ના વિદ્યાર્થીએ સરકારી બંગલામાંથી ત્રણ પેનની ચોરી કરી, પોલીસ ફરિયાદ નોંધાઈ – Valsad News

0
17
Advertisement


દમણમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણના પ્રશાસનના સચિવ અજય ગુપ્તા (IAS 2010)ના સરકારી નિવાસસ્થાનમાંથી બોલપેનની ચોરીની ઘટના બની છે.

.

ઘટના મુજબ, IAS અધિકારીના બંગલા પાસે કેટલાક શાળાના બાળકોની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન એક સગીર વિદ્યાર્થી બંગલામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. તેણે ટેબલ પરથી પાર્કર પેન સહિત કુલ ત્રણ બોલપેનની ચોરી કરી હતી.

અધિકારીએ પેન ચોરીની ફરિયાદ નાની દમણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે વોચ ગોઠવીને આરોપી સગીરને પકડી પાડ્યો હતો. આરોપી ધોરણ 8નો વિદ્યાર્થી છે. પોલીસે તેને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કર્યો હતો.

આ ઘટના બાદ શહેરમાં IAS અધિકારીના વલણની ટીકા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે સમાજ કલ્યાણ વિભાગના સચિવે સગીર સામે આવું પગલું લેવું યોગ્ય નથી. વળી, કેસની સુનાવણી વખતે ચોરાયેલી પેનનું બિલ કે નંબર ન હોવાથી રિકવરી સાબિત કરવી મુશ્કેલ બનશે.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − four =