હવામાન સમાચાર : ગુજરાતના ક્યા જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડશે, ક્યા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે?

0
12
Advertisement


વીડિયો કૅપ્શન, Gujarat Rain: ગુજરાત પર પહોંચેલી સિસ્ટમની કેવી અસર જોવા મળશે? ક્યાં છે ભારે વરસાદની આગાહી?

ગુજરાતના ક્યા જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડશે, ક્યા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે?

એક તરફ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને બીજી તરફ હજી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે તે રાજ્ય પર રહેલી એક વરસાદી સિસ્ટમને કારણે પડી રહ્યો છે.

હાલ સૌરાષ્ટ્રના વિસ્તારો પર એક વેલ માર્ક્ડ લૉ-પ્રેશર એરિયા છે અને આ સિસ્ટમ હવે આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચશે અને વધારે મજબૂત બનીને તે ડિપ્રેશન બનવાની શક્યતા છે.

આ સિસ્ટમની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પર થશે અને કેટલીક જગ્યાએ તેના કારણે ભારે વરસાદ પડે એવી પણ શક્યતા છે.

હાલ ગુજરાત પર રહેલી સિસ્ટમને કારણે ઘણા વિસ્તારોમાં પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધારે રહેવાની પણ શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

ગુજરાતમાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે? જાણવા માટે જુઓ આ વીડિયો.

હવામાન, ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + eighteen =