રામશ્રેય યાદવ, હવામાન વિભાગના સાયન્ટિસ્ટ
બંગાળની ખાડીથી સક્રિય થયેલું લો-પ્રેશર અને અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ હાલમાં સૌરાષ્ટ્ર નજીક દરિયાકાંઠા વિસ્તારમાં સ્થિર છે, હજુ બે દિવસ આ સિસ્ટમ સક્રિય રહેશે. જેના કારણે અમદાવાદમાં 7 ઓકટોબર સુધી વાદળિયા વાતાવરણ વચ્ચે ઝાપટાથી લઇને હળવો વરસા
.
1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી ચોમાસાની સિઝન દરમિયાન અમદાવાદમાં 38.8 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે કે, શહેરમાં ચોમાસાની સિઝનમાં પડતાં સરેરાશ 30 ઇંચ વરસાદની સામે 7.84 ઇંચ વધુ છે.
અમદાવાદમાં ઓકટોબર મહિના દરમિયાન વાતાવરણ ભેજ અને વાદળિયા વાતાવરણથી ગરમી અને બફારામાં ઘટાડો થવાની શક્યતા છે. 20મી પછી શહેરમાં ક્રમશ: ઠંડીનો પારો ગગડવાની શક્યતા હોવાથી શિયાળાની ઠંડકનો પ્રારંભ થઇ શકે છે.
વરસાદી માહોલથી ગરમીનો પારો 5 ડિગ્રી સુધી ઘટ્યો અમદાવાદમાં છેલ્લાં ચાર દિવસથી વરસાદી માહોલ રહ્યો છે. જેથી બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 4.8 ડિગ્રી ગગડીને 30.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન શહેરમાં વાદળિયા વાતાવરણ એ 40 કિલોમીટરની ગતિના પવનો સાથે છૂટા છવાયા વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.



