સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમતગમત કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે જે માટે જિલ્લા સ્તરની વિવિધ રમતોના કાર્યક્રમોની તારીખ જાહેર કરાઈ છે.15 નવેમ્બરથી શરૂ થતી આ સ્પર્ધાઓ માટે સ્થળ અને તારીખ નક્કી કરાયા છ
.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગ્રામ્ય તથા શહેરી સ્તરે રમતવીરોને પ્રોત્સાહન આપવાનો છે તેમજ રાજ્ય સ્તરે પ્રતિભાશાળી ખેલાડીઓને તક મળે તે માટેનું માળખું તૈયાર કરવાનો છે.
આ આયોજન માટે વિવિધ તાલુકા કન્વીનર તથા અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે અને ભાગ લેવા જતા ખેલાડીઓએ અગાઉ આયોજક શાળાના મોબાઈલ ઉપર ટેલિફોનિક સંપર્ક કરી જવાનું રહેશે.વધુ માહિતી માટે https://khelmahakumbh.gujarat.gov.in/calendar સાઈટ પર મુલાકાત લેવું તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી અને રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયુ છે.
મહત્વનું છે કે, ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બને છે. આ કાર્યક્રમો થકી તેમનામાં રહેલી ક્ષમતાઓ બહાર આવે છેે અને રાજ્યને નવા રમતવીરો પ્રાપ્ત થાય છે.
રમત ગમતની ફાળવેલ તારીખ અને સ્થળ
- સ્વિમિંગ : તા. 15/16/17 નવેમ્બર- દિલ્લી પબ્લિક સ્કૂલ,ગાંધીધામ અને સુર્ય વરસાણી એકેડેમી,સેડાતા (ભુજ)
- રગ્બી : તા. 16/17 નવેમ્બર- રમત સંકૂલ મેદાન, સર્વોદય સ્પોર્ટ્સ સેન્ટર, માધાપર (ભુજ)
- કુસ્તી : તા. 16 નવેમ્બર- મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કુલ,ભુજ
- ચેસ : તા. 19/25 નવેમ્બર- મૈત્રી મહા વિધાલય, આદિપુર (ગાંધીધામ) અને AIMS સ્કુલ, માંડવી
- આર્ટિસ્ટીક : તા. 20 નવેમ્બર- સેવી ઇન્ટરનેશનલ સ્કુલ, લીલાશા (ગાંધીધામ)
- લોન ટેનિસ : તા. 22/23 નવેમ્બર- સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી, માંડવી
- જુડો : તા. 30 નવેમ્બર- મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કુલ,ભુજ



