Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 6 April 2025, આજના તાજા સમાચાર: અયોધ્યા રામ મંદિરમાં રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. રામ નવમી નિમિત્ત પ્રભુ રામની ખાસ પૂજા કરવામાં આવી છે. રામ નવમી પર 12 વાગે પ્રભુ રામની મૂર્તિ પર સૂર્ય તિલક થયું હતું. રામ નવમી પર રામ મંદિરમાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
દેશભરમાં રામ નવમીની ઉજવણી, અયોધ્યા રામ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
આજે રામ નવમી છે. અયોધ્યા સહિત દેશભરમાં રામ નવમી અને ચૈત્ર સુદ નોમની પૂજા માટે ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યા રામ મંદિરમાં બપોરે ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાશે. સવારથી જ મોટી સંખ્યામાં લોકો અયોધ્યામાં સરયૂ નદીમાં સ્નાન કરી રામ મંદિરમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. તો ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસે દેવી મંદિરોમાં ભક્તિોની ભીડ જોવા મળી રહી છે.
અનંત અંબાણીની પગપાળા દ્વારકા યાત્રા પૂર્ણ થઇ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા આજે પૂર્ણ થઇ છે. રામ નવમી નિમિતે અનંત અંબાણી પત્ની રાધિકા મર્ચન્ટ અને માતા નીતા અંબાણી સાથે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યા હતા. અનંત અંબાણીન આજે 30મો જન્મદિવસ છે.