Lakhtar Taluka Khel Mahakumbh 2025 Started | લખતરમાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ 2025 નો પ્રારંભ: વિજેતા ખેલાડીઓને જિલ્લા કક્ષાએ ભાગ લેવાની તક મળશે – Lakhtar News

0
10
Advertisement


ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પ્રેરિત તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા લખતર ખાતે તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ-૨૦૨૫નો પ્રારંભ થયો છે. આ સ્પર્ધાઓ આજથી 14 નવેમ્બર દરમિયાન યોજાશે.

.

આ ખેલ મહાકુંભમાં ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, રસ્સા ખેંચ, યોગ, યોગાસન, ચેસ અને એથ્લેટિક્સ સહિત વિવિધ રમતોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમતને પ્રોત્સાહન આપવાનો છે.

આજે લખતરની ભાવગુરૂ વિદ્યાલય ખાતે દીપ પ્રાગટ્ય કરીને ખેલ મહાકુંભને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં કુલ 13 શાળાઓએ ભાગ લીધો છે. પ્રથમ દિવસે બહેનોની ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી.

તાલુકા કક્ષાની આ રમતોમાં વિજેતા થયેલા ખેલાડીઓને જિલ્લા કક્ષાએ ભાગ લેવાની તક મળશે. ખેલ મહાકુંભને સફળ બનાવવા માટે કન્વીનર જયાબેન પટેલ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 7 =